મુંબઈ : મહાભારત'માં કર્ણની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટર પંકજ ધીરનું 68 વર્ષની વયે કેન્સરને કારણે અવસાન થયું છે.
'મહાભારત'માં અર્જુનની ભૂમિકા ભજવનાર એક્ટર ફિરોઝ ખાને આ સમાચારની પુષ્ટિ કરી છે. પંકજ ધીરનું બુધવારે (15 ઓક્ટોબર) સવારે 11:30 વાગ્યે અવસાન થયું હતું. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો અને સેલિબ્રિટીઓ ભારે હૈયે એક્ટરને શ્રદ્ધાંજલિ આપી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું અને શરૂઆતમાં તેઓ આ જંગ જીતી ગયા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં કેન્સરે પાછો ઊથલો માર્યો હતો. એક્ટરની હાલત ખૂબ જ નાજુક હતી. આ બીમારીને કારણે એક ક્રિટિકલ સર્જરી પણ થઈ, પરંતુ એ પંકજને જીવનદાન આપી શકી નહીં.
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)એ એક સત્તાવાર નિવેદનમાં પંકજ ધીરના અવસાનની પુષ્ટિ કરી છે.CINTAA એ લખ્યું, 'ખૂબ દુઃખ અને શોક સાથે અમે તમને જણાવીએ છીએ કે, અમારા ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને CINTAAના ભૂતપૂર્વ માનદ મહાસચિવ પંકજ ધીરનું 15 ઓક્ટોબર, 2025 ના રોજ અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 વાગ્યે પવન હંસ, વિલે પાર્લે (પશ્ચિમ), મુંબઈ ખાતે કરવામાં આવશે.'પંકજ ધીરના પિતા, સી.એલ. ધીર ડિરેક્ટર અને પ્રોડ્યૂસર હતા. તેમણે 60 અને 70 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
Reporter:







