News Portal...

Breaking News :

મકરપુરામાં બંધ મકાનમાં જુગાર રમતા 12 ઝડપાયા

2026-09-06 11:10:34
મકરપુરામાં બંધ મકાનમાં જુગાર રમતા 12 ઝડપાયા

મકરપુરા પોલીસે જાંબુઆ જકાત નાકા પાસે આવેલા બંધ મકાનમાં દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ અને જુગારના પત્તા મળી કુલ રૂ.1,36,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડીયાએ સૂચના આપી હતી. જેના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન-3 અભિષેક ગુપ્તા અને મદદનીશ પોલીસ કમિશનર એફ-ડિવિઝન વી.પી. ગામીતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી .

મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ASI દીનેશભાઈ હિરાભાઈ અને ASI ભાવેશભાઈ રતીલાલને મળેલી બાતમીના આધારે જાંબુઆ જકાત નાકા પાસે ગાયત્રીનગર સોસાયટીના મકાન નંબર બી-463માં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન હિતેષભાઈ સુરેશભાઈ પટેલ, કેશિક બકોરભાઈ પઢીયાર, ઉમેશભાઈ જશુભાઈ પટેલ, કૃણાલ ઘનશ્યામભાઈ ઠાકોર, મુકેશ ભાઈલાલભાઈ ઠાકોર, હસમુખભાઈ રિખવચંદભાઈ પરમાર, ચિરાગભાઈ ચંદુભાઈ પટેલ, દિપકભાઈ હર્ષદભાઈ પટેલ, રાકેશ જશભાઈ પટેલ, પ્રીતેષ જગદીશભાઈ પટેલ, ચિરાગ કાંતીલાલ પ્રજાપતી અને રાજેન્દ્ર મોહનલાલ ઠક્કર મળી કુલ 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા.

પોલીસે અંગઝડતીમાંથી રૂ.20,400 અને દાવ પરના રૂ.10,800 મળી કુલ રૂ.31,200 રોકડા, 12 મોબાઇલ ફોન કિંમત રૂ.1.05 લાખ તથા 52 પત્તા કબજે કર્યા હતા. આ મામલે મકરપુરા પોલીસે જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post