News Portal...

Breaking News :

સામૂહિક વિનાશના હથિયારો જ રાષ્ટ્રીય સુરક્ષાની એકમાત્ર પક્કી ગેરંટી છે.: રશિયન સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવ

2026-01-27 12:10:51
સામૂહિક વિનાશના હથિયારો જ રાષ્ટ્રીય સુરક્ષાની એકમાત્ર પક્કી ગેરંટી છે.: રશિયન સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવ


મોસ્કો : રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને રશિયન સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવે વિશ્વ રાજકારણમાં એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. 


રશિયાના પ્રતિષ્ઠિત અખબાર 'કોમર્સન્ટ'ને આપેલા ઈન્ટરવ્યુમાં મેદવેદેવે દાવો કર્યો છે કે, ‘સામૂહિક વિનાશના હથિયારો જ રાષ્ટ્રીય સુરક્ષાની એકમાત્ર પક્કી ગેરંટી છે.’ તેમણે ચેતવણી આપી છે કે વિશ્વમાં વધી રહેલી અસ્થિરતાને જોતા આગામી સમયમાં વધુને વધુ દેશો પરમાણુ હથિયાર મેળવવાની દિશામાં આગળ વધશે.મેદવેદેવે પરમાણુ શસ્ત્રોના પ્રસાર પર નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘વિશ્વ વ્યવસ્થામાં તિરાડ પડી છે, જે ઘણા દેશોને પોતાની રક્ષા માટે સૌથી અસરકારક રસ્તો શોધવા મજબૂર કરી રહી છે. 


કેટલાક દેશો નક્કી કરશે કે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ પરમાણુ હથિયાર મેળવવાનો છે. ઘણા દેશો પાસે મિલિટ્રી ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવવાની ટેકનિકલ ક્ષમતા છે અને કેટલાક સંશોધન કરી રહ્યા છે. આ કદાચ માનવજાતના હિતમાં ન હોય, પરંતુ સત્ય એ છે કે માનવજાતે હજુ સુધી પોતાની રક્ષાની ગેરંટી આપવા માટે પરમાણુ હથિયાર સિવાય બીજો કોઈ રસ્તો શોધ્યો નથી.’

Reporter: admin

Related Post