વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક દાવાએ વૈશ્વિક બજારમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને 50 મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાનું ઓઈલ આપવા સંમત થઈ છે.
આ જાહેરાત વેનેઝુએલાના વચગાળાના પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝના શપથ ગ્રહણના બીજા જ દિવસે કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચેના બદલાતા રાજદ્વારી સંબંધોનો સંકેત આપે છે.\મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'આ ઓઈલ બજાર કિંમતે વેચવામાં આવશે અને તેમાંથી થતી આવક પર અમેરિકાના પ્રમુખ હોવાના કારણે મારું નિયંત્રણ રહેશે.
આ રકમનો ઉપયોગ અમેરિકા અને વેનેઝુએલાના લોકોના કલ્યાણ માટે કરવામાં આવશે.' ટ્રમ્પે ઉર્જા સચિવ ક્રિસ રાઈટને આ યોજનાને તાત્કાલિક અમલમાં મૂકવા સૂચના આપી દીધી છે, જેથી સ્ટોરેજ જહાજો દ્વારા ઓઈલ સીધું અમેરિકાના ડોક સુધી પહોંચાડી શકાય.
Reporter: admin







