ગાંધીનગરનાં ઉચ્ચ શિક્ષણ વિભાગનાં બાબુઓ પણ આ મુદ્દે ચૂપ કેમ જો આજ પરંપરા રહી તો રાજ્ય સરકારનો કોઈપણ રાજ્ય સેવક પણ સંગઠનમાં કોઈપણ હોદ્દો ધારણ કરી શકે?
સત્તાની ઘેલછામાં નિયમોને ઘોળીને પી ગયા*હેડીગ
નિયમો ઉપર રાજકીય છત્રછાયા?
સરકારી નોકરી સાથે રાજકીય હોદ્દો:
લકુલીશ ત્રિવેદી પાસે રાજ્ય સરકારની મંજૂરી છે કે નહીં ? જાહેર પત્ર રજૂ કરવાની માંગ ઉઠી,

એમ.એસ. યુનિવર્સિટીનાં પીઆરઓ લકુલીશ ત્રિવેદીની શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોકે યુનિવર્સિટીનાં નવા નિયમો મુજબ કોઈપણ જાહેર સેવક ચાલુ નોકરી દરમિયાન રાજકીય પક્ષની પ્રવૃત્તિમાં જોડાઈ શકતા નથી. તેમ છતાં લકુલીશ ત્રિવેદી યુનિવર્સિટીમાં નોકરી કરતાં કરતાં સત્તા પક્ષનાં સંગઠનનાં હોદ્દા પર બિરાજમાન છે, જે સરકારના જ નવા એક્ટનો ભંગ ગણાય.લકુલીશ ત્રિવેદી ઇચ્છે તો એક જ હોદ્દો ધારણ કરી શકે છે. બેવડી જવાબદારી તેઓ યોગ્ય રીતે નિભાવી ન શકે તો તેનો ભોગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તો ભોગવવો જ પડે, સાથે પક્ષને પણ તેની અસર થઈ શકે છે. તેથી લકુલીશ ત્રિવેદીએ જાહેર કરવું જોઈએ કે તેમને આ રીતે બે હોદ્દા પર કામ કરવા માટે રાજ્ય સરકારે વિશેષ મંજૂરી આપી છે અને તે અંગેનો સત્તાવાર પત્ર જાહેર કરવો જોઈએ.પરંતુ લકુલીશ ત્રિવેદી કોઈ હોદ્દો છોડતા નથી અને રાજ્ય સરકારની મંજૂરી મેળવી છે કે નહીં તે અંગે પ્રજા તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જાણ પણ કરતા નથી. ભૂતકાળમાં નવા કોમન એક્ટ આવ્યા પહેલા ભરત ડાંગરને રાજ્ય સરકારની મંજૂરી મળ્યાનો દાખલો છે.લકુલીશ ત્રિવેદીએ રાજ્ય સરકારની પૂર્વમંજૂરી મેળવવાનો પ્રયાસ પણ કર્યો નથી.આ મામલે ‘ગુજરાતની અસ્મિતા’એ આજે પ્રદેશ મહામંત્રી અને વડોદરાના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણને પૂછ્યું તો તેમણે રાબેતા મુજબ જવાબ આપ્યો કે, “હું આજે વડોદરામાં જ છું અને આ પ્રકરણની તપાસ કરાવું છું.”
આ પ્રકરણની તપાસ કરાવું છું
“હું આજે વડોદરામાં જ છું અને આ પ્રકરણની તપાસ કરાવું છું.”
– હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી
Reporter: admin







