News Portal...

Breaking News :

IPL 2026ની પહેલી મેચ 28 માર્ચ આજથી શરુ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે

2026-03-28 10:08:03
IPL 2026ની પહેલી મેચ 28 માર્ચ આજથી શરુ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે


બેંગલુરુ:  IPLની 19મી સિઝનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમનાર પહેલી મેચથી થવા જઈ રહી છે. 


IPL 2026ની પહેલી મેચ 28 માર્ચ એટલે કે આજથી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ગત સિઝનમાં આરસીબીએ પંજાબને હરાવીને IPL ઇતિહાસમાં પહેલી વાર ટ્રોફી પોતાના નામે કરી હતી. આરસીબીની નજર હવે સતત બીજા ખિતાબને જીતવા પર હશે. જ્યારે પેટ કમિન્સની ગેરહાજરીમાં એસઆરએચ IPL 2026માં ધમાકેદાર અંદાજથી શરૂઆત કરવા માગશે.


 ગત સિઝન હૈદરાબાદ માટે કંઈ ખાસ રહી નહોતી. એવામાં તેની નજર સિઝનની શરૂઆત જીત સાથે કરવા પર હશે.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026ની પહેલી મેચ આજે એટલે કે શનિવાર, 28 માર્ચે રમાશે.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલ 2026ની પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

Reporter: admin

Related Post