News Portal...

Breaking News :

વિવાદમાં TCS કેસ: પીડિતાએ કર્યો ખુલાસો, ભજન-મંદિર છોડવા માટે પ્રેરણા આપવાનો આરોપ

2026-06-05 14:05:32
વિવાદમાં TCS કેસ: પીડિતાએ કર્યો ખુલાસો, ભજન-મંદિર છોડવા માટે પ્રેરણા આપવાનો આરોપ


વિવાદમાં TCS કેસ: પીડિતાએ કર્યો ખુલાસો, ભજન-મંદિર છોડવા માટે પ્રેરણા આપવાનો આરોપ

મહારાષ્ટ્રના નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ઓફિસમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણના કેસમાં પોલીસ ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. SIT દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ મુજબ, આરોપીઓએ સુનિયોજિત રીતે મહિલાઓને નિશાન બનાવી શોષણ અને માનસિક દબાણ કર્યું હતું.ચાર્જશીટ અનુસાર, એક પીડિતાએ જણાવ્યું છે કે તેને પાકિસ્તાની ઇસ્લામિક મૌલવીઓ તારિક જમીલ અને ઝાકિર નાઈકના વીડિયો બતાવવામાં આવતા હતા અને તેને ધર્મ અંગે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીડિતાના કહેવા મુજબ, તેને ભજન સાંભળવાનું અને મંદિર જવાનું બંધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું તેમજ “અલ્લાહ બધા ગુના માફ કરે છે” જેવી વાતો કહીને પ્રેરિત કરવામાં આવતી હતી.

ફરિયાદ મુજબ, આરોપીઓએ મહિલાઓની ખાનગી માહિતી મેળવીને ખાસ કરીને આર્થિક રીતે નબળી અને મુશ્કેલ પરિસ્થિતિમાં રહેલી કર્મચારીઓને ‘ટાર્ગેટ’ બનાવ્યા હતા. કેટલીક પીડિતાઓએ ગંભીર જાતીય સતામણી, અશ્લીલ ટિપ્પણીઓ અને શારીરિક શોષણના આરોપો પણ લગાવ્યા છે.એક કેસમાં આરોપીએ લગ્નનું વચન આપી યૌન શોષણ કર્યું હોવાનું પણ પીડિતાએ જણાવ્યું છે. અન્ય પીડિતાઓએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણીઓ, ધર્મ અંગે દબાણ અને વર્તનમાં ફેરફાર માટે માનસિક દબાણના આરોપો મૂક્યા છે.પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ વોટ્સએપ ગ્રુપ બનાવીને કર્મચારીઓ અંગે ચર્ચા કરી અને તેમને નિશાન બનાવવાની યોજના બનાવી હતી. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને SIT દ્વારા વધુ પીડિતાઓની ઓળખ કરવામાં આવી રહી છે.ટીસીએસ તરફથી અગાઉ જણાવાયું હતું કે કંપનીમાં હેરાસમેન્ટ સામે ઝીરો ટોલરન્સ નીતિ છે અને મામલાની આંરિક તપાસ પણ ચાલી રહી છે.હાલ સમગ્ર કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે અને પોલીસ ડિજિટલ તથા ટેકનિકલ પુરાવાની તપાસ કરી રહી છે.

Reporter: admin

Related Post