News Portal...

Breaking News :

ખટંબામાં ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સો પર એસએમસીનો દરોડો, સટોડીયાઓમાં નાસભાગ

2025-02-28 10:57:01
ખટંબામાં ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સો પર એસએમસીનો દરોડો, સટોડીયાઓમાં નાસભાગ


સ્ટેટ મોનિટરીંગ સેલે વાઘોડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખટંબા ગામમાં દરોડો પાડીને ક્રિકેટના સટ્ટાનો જુગાર રમી રહેલા શખ્સો પૈકી 1ને ઝડપી લીધો હતો જ્યારે પોલીસને જોઇને બાકીના 9 શખ્સ ફરાર થઇ ગયા હતા. 


હાલ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ત્યારે અનેક લોકો ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે.  સ્ટેટ મોનિટરીંગ સેલે વાઘોડીયા પોલીસ સ્ટેશનની હદમાં ખટંબા ગામમાં અક્ષર યુગ પાસે આવેલા  અક્ષર આશ્રયમાં કેટલાક લોકો ક્રિકેટનો  જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને સટોડીયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે સ્થળ પરથી પિયુષ અંબાલાલ ચાવડા (રહે, અક્ષર આશ્રય)ને ઝડપી લઇને 13140 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 


પોલીસે ભાગી ગયેલા સટોડીયાની તપાસ કરતા તેમના નામ જીતુ, સન્ની દદવાણી, આશુ, રાહુલ ભુરીયો, મુન્નો રાહુલ, ગોપાલ, સુનિલ મયુર, મોનુ તથા ચીરાગ નયન હોવાનું જાણવા મળ્યું હતું. પોલવીસે ભાગી ગયેલા સટોડીયાના સરનામા મેળીને તમામની શોધખોળ શરુ કરી હતી. જો કે વાઘોડીયા પોલીસ સમગ્ર મામલે અજાણ રહી હતી

Reporter: admin

Related Post