શહેરમાં દબાણકર્તાઓ સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી
શહેરના વિવિધ વિસ્તારોમાં અડીંગો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા વિશાળ દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જાહેર માર્ગો અને ખુલ્લા વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.કાર્યવાહી દરમિયાન કમાટીબાગ ગેટ નં. 01, 02 અને 03થી કમિશનર બંગલા સુધી, EME સર્કલ, L&T સર્કલ, રાત્રી બજાર, એરપોર્ટ સર્કલથી અક્ષર ચોક સુધી તેમજ પંડ્યા બ્રિજ પાસે, અટલાદરા બ્રહ્માકુમારી આશ્રમ પાસે, ગોત્રી વુડા સર્કલ પાસે અને ગોત્રી ચાર રસ્તા યસ કોમ્પ્લેક્સ પાસેના દબાણો દૂર કરાયા હતા. ફતેગંજ બ્રિજ નીચે BSNL ગ્રાઉન્ડ અને અરવિંદ બાગ વિસ્તારમાંથી પણ શ્રમિકોને દૂર કરવામાં આવ્યા હતા.ઉપરાંત વોર્ડ નં. 18ની ટીમ સાથે મળીને જુપિટર ચાર રસ્તા પાસે એક ફોરવ્હીલર ગાડી જપ્ત કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નં. 18 વિસ્તારમાંથી 35થી 40 જેટલા ઝુંપડાના દબાણો તથા લારીઓ દૂર કરી, લારીઓ પણ જપ્ત કરવામાં આવી હતી.
Reporter: admin







