News Portal...

Breaking News :

પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભર્યું ચેકીંગમાં શંકાસ્પદ સાત ઇસમોને ડીટેઇન કરાયા

2025-05-01 11:56:49
પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભર્યું ચેકીંગમાં શંકાસ્પદ સાત ઇસમોને ડીટેઇન કરાયા


વડોદરા :ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ હર્ષ સંઘવી નાઓની  અધ્યક્ષતા  હેઠળ  વિડીયો  કોન્ફરન્સ દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરીકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ જેમાં ખાસ રેલ્વે પોલીસને પણ જણાવવામાં આવેલ કે, સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશી ઘુષણખોરોની પકડવાની ઝુંબેશ પુરા રાજ્યમાં ચાલુ હોય આ ઝુંબેશ દરમ્યાન રેલ્વે માર્ગેથી નાસી જવાની પુરી શક્યતા હોય 


જેથી આ બાબતે રેલ્વે જી.આર.પી.પોલીસને પણ અસરકાર કામગીરી કરવા જણાવેલ જે બાબતે વડોદરા જી.આર.પી.યુનિટ દ્વારા અલગ-અલગ કુલ-૧૪ ટીમો બનાવવામાં આવેલ અને તે દરમ્યાન  LCB-SOG તથા વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટ્રેનો ચેક કરતા તા.૨૭ એપ્રિલના રોજ રાત્રીના ૦૨/૧૫ વાગ્યાના અરસામાં ટ્રેન નંબર-૧૨૮૩૩ અમદાવાદ-હાવડા એકસ. ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.-૧ ઉ૫ર આવી ઉભી રહેતા જે ટ્રેનની ચેકીંગ દરમ્યાન અમદાવાદથી ચોરી છુપીથી હાવડા જતા પાંચ બાંગ્લાદેશી નાગરીકો ડીટેઇન કરવામાં આવેલ અને તા.૩૦ એપ્રિલના કલાક ૧૮/૩૦ થી કલાક ર૦/૩૦ સુધી પશ્ચિમ રેલ્વે, વડોદરા એલ.સી.બી.,એસ.ઓ.જી. તથા સ્થાનિક વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનની અલગ- અલગ ટીમો સાથે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે બોડીવોર્ન કેમેરા/ HHMD / ડોગ ધ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.


ચેકીંગ દરમ્યાન વડોદરા  રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજય બહારની અસરકારક ટ્રેનના ચઢતા-ઉતરતા પેસેન્જરો, ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા શકમંદ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભરી રીતે બેગેજ સ્કેનર તથા મેન્યુઅલી ચેકીંગ કરવામાં આવેલ તથા વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો,  પાર્સલ ઓફીસના પાર્સલો, પેસેન્જરોની ભીડ-ભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના, વેઇટીંગરૂમ, કલોકરૂમના લગેજ, વાહન પાર્કિંગ જેવી જગ્યાઓએ સઘન ચેકીંગ દરમ્યાન શાલીમાર ટ્રેન મારફતે મુળ પશ્ચિમ બંગાળ (કલકત્તા)ના 7  નાગરીકો મળી આવેલ જેઓ પોતાનું સરનામું યોગ્ય રીતે જણાવી શકતા ન હોય જેથી તે શંકાસ્પદ ઇસમોને ડીટેઇન કરી આગળની વધુ પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.

Reporter: admin

Related Post