News Portal...

Breaking News :

એઆઈ કંપનીઓમાં વેચવાલીના પગલે અમેરિકન સ્ટોક માર્કેટમાંથી એક લાખ કરોડ ડોલરનું ધોવાણ

2026-02-14 10:58:42
એઆઈ કંપનીઓમાં વેચવાલીના પગલે અમેરિકન સ્ટોક માર્કેટમાંથી એક લાખ કરોડ ડોલરનું ધોવાણ


મુંબઈ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી દુનિયામાં અસાધારણ પરિવર્તન આવશે તેવી અપેક્ષાથી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓએ એઆઈના ક્ષેત્રમાં અસાધારણ રોકાણ કર્યું, જેથી અમેરિકન સ્ટોક માર્કેટમાં સતત ત્રણ વર્ષથી તેજી જોવા મળી હતી.  


પરંતુ છેલ્લા સપ્તાહમાં અચાનક જ એઆઈ કંપનીઓમાં વેચવાલીના પગલે અમેરિકન સ્ટોક માર્કેટમાંથી એક લાખ કરોડ ડોલરનું ધોવાણ થઈ ગયું. બીજીબાજુ અમેરિકન બજારમાં વેચવાલીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી અને ભારતમાં પણ ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ સહિતની ટેક્નલોજી કંપનીઓમાં કડાકો બોલાતા ભારતના એઆઈ સેક્ટરે પણ આઠ દિવસમાં છ લાખ કરોડ ગુમાવ્યા છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દુનિયા બદલી નાંખવાનો આશાવાદ જગાવતી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓએ એઆઈમાં જંગી રોકાણ કર્યું હતું. એઆઈના આશાવાદથી અમેરિકન સ્ટોક માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષથી ભારે તેજી જોવા મળી હતી, 


પરંતુ ગયા સપ્તાહે અમેરિકાની એન્થ્રોપિક કંપનીએ એઆઈ ક્લાઉડ રજૂ કરતાં અમેરિકન શેરબજારમાં અન્ય એઆઈ અને ટેક્નોલોજી કંપનીઓમાં ભારે કડાકો બોલાયો હતો.એઆઈ અંગેના ઊંચા આશાવાદના કારણે અમેરિકન સ્ટોક માર્કેટમાં એઆઈ અને ટેક કંપનીઓના શેરોના ભાવ આકાશને આંબતા હતા. આવા સમયે એઆઈ દુનિયામાં ક્રાંતિકારી વૃદ્ધિનું ચાલક બળ બનશે કે સ્થાપિક આવક પ્રવાહોને ખોરવી નાંખશે તેવી આશંકાઓના પગલે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે, જેને પગલે એક સપ્તાહમાં એઆઈ કંપનીઓમાં વેચવાલીથી વૈશ્વિક સોફ્ટવેર કંપનીઓને એક લાખ કરોડ ડોલરનું નુકસાન થયું છે.

Reporter: admin

Related Post