News Portal...

Breaking News :

અવનવી વાનગી : મકાઈની ચાનકી બનાવવાની રીત

2025-03-31 10:37:41
અવનવી વાનગી : મકાઈની ચાનકી બનાવવાની રીત


મકાઈની ચાનકી બનાવવા માટેની સામગ્રીમાં 3 કપ મકાઈનો લોટ, 1 કપ ઘઉંનો લોટ, 250 ગ્રામ દૂધી, 1 ચમચી વાટેલું મરચું, 1 ચમચી હળદર,  દહીં જરૂર પ્રમાણે, 2 ચમચી ગોળ, 1 ચમચી અજમો, 1 ચમચી વાટેલું લસણ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.



મકાઈ અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં દૂધી છીણીને ઉમેરવી. મોણ વધારે ઉમેરવું. દહીંથી લોટ બાંધવો. દહીં ખાટું વાપરવું. તેમાં બધો મસાલો ઉમેરી લોટ કઠણ બાંધવો. અને એક કલાક માટે રાખી મુકવો. મોળા દહીંમાં મીઠુ, મરચું ઉમેરી પીરસી લેવું.

Reporter: admin

Related Post