News Portal...

Breaking News :

ગળતેશ્વર તાલુકાનાં કુણી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આદમખોર દીપડો જોવા મળતો

2024-12-10 17:10:16
ગળતેશ્વર તાલુકાનાં કુણી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આદમખોર દીપડો જોવા મળતો


ગળતેશ્વર તાલુકા નાં કુણી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આદમખોર દીપડો જોવા મળતો હતો.જેના કારણે સમગ્ર વિસ્તારની પ્રજા ભયભીત હતી 


પરંતુ આજ રોજ ફોરેસ્ટના કર્મચારીઓએ સફળતાના ભાગરૂપે પિંજરા ગોઠવી એની વોચ રાખી આદમખોર દીપડાને પિંજરે પૂરતા લોકોમાં હાશકારો અનુભવાયો છે છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ સીમ વિસ્તારમાં દીપડો જોવા મળતા ખેડૂતો અને ખેત મજૂરી કરવા જાય ત્યારે સતત ભયભીત રહેતા હતા જેની જાણ ગ્રામજનો એ સેવાલિયા અને ઠાસરા ફોરેસ્ટના કર્મચારીઓને કરતા ફોરેસ્ટ કર્મચારીઓએ ત્યાં વોચ ગોઠવી દીપડાને રેકી કરી હતી 


ત્યારબાદ અનેક વિસ્તારોમાં દીપડો પકડવા માટે પાંજરા ગોઠવાયા હતા જેમાં આજરોજ વહેલી સવારે દિપડો પિંજરે પુરાઈ ગયો હતો જેના કારણે લોકો ભયમુક્ત બન્યા હોવાનું જાણવા મળે છે તેમજ ખેડૂત વર્ગ પણ ભય વિહોણો બન્યો છે અને ફોરેસ્ટ ખાતાનો ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો છે

Reporter: admin

Related Post