News Portal...

Breaking News :

ઈરાનમાં ઈઝરાયલી એરફોર્સે ઓઈલ ડેપોને બનાવ્યા નિશાન: ઈરાનને વિવિધ નાના-નાના ટુકડાઓમાં વિભાજિત કરવાનો ટ્રમ્પનો પ્લાન

2026-03-08 12:00:41
ઈરાનમાં ઈઝરાયલી એરફોર્સે ઓઈલ ડેપોને બનાવ્યા નિશાન: ઈરાનને વિવિધ નાના-નાના ટુકડાઓમાં વિભાજિત કરવાનો ટ્રમ્પનો પ્લાન



તહેરાન : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે બેકાબૂ બન્યું છે. 

એકતરફ ઈરાની રાષ્ટ્રપતિની માફી અને બીજી તરફ રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા કરવામાં આવેલા ભીષણ ડ્રોન હુમલાએ આખા અખાતી દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દરમિયાન નોર્વેથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને વિશ્વસ્તરે હલચલ મચાવી દીધી છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત થયા બાદ ઈરાનનો નકશો પહેલા જેવો નહીં રહે. આ નિવેદનથી એ સંકેત મળી રહ્યા છે કે અમેરિકાનો હવે પછીનો વ્યૂહાત્મક ધ્યેય ઈરાનનું 'બાલ્કનાઈઝેશન' કરવાનો છે, એટલે કે ઈરાનને વિવિધ નાના-નાના ટુકડાઓમાં વિભાજિત કરી તેની સાર્વભૌમ શક્તિને નષ્ટ કરવી. 

જો અમેરિકા આ દિશામાં આગળ વધે છે, તો તેનો અર્થ એ થાય કે તે ઈરાનની અંદર રહેલા વિવિધ વંશીય જૂથો અને આંતરિક અસંતોષનો ઉપયોગ કરી તેને ભૌગોલિક રીતે તોડવા માંગે છે, જે મિડલ ઈસ્ટના રાજકારણ અને સીમાઓને કાયમ માટે બદલી શકે છે.સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અનુસાર ઈઝરાયલે ઓઈલ ડેપોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન ભયાનક આગના દૃશ્યો સામે આવ્યા હતા. ઈરાનની સત્તાવાર મીડિયા પ્રેસ ટીવીના અહેવાલ અનુસાર અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા બેફામ સ્ટ્રાઈકમાં 195થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે 68થી વધુ સ્કૂલોને નુકસાન પહોંચ્યું છે.ઈઝરાયલ અને અમેરિકા દ્વારા કરાયેલા લેટેસ્ટ હુમલામાં તહેરાનના નિલોફર સ્ક્વેરની નજીકમાં જ 20થી વધુ ઈરાની નાગરિકોના મોતના અહેવાલની પુષ્ટી થઇ છે.

Reporter: admin

Related Post