News Portal...

Breaking News :

ઈરાની સિંગરે ઑનલાઈન કોન્સર્ટમાં હિજાબ પહેર્યા સિવાય પરફોર્મ કર્યુ મૃત્યુદંડ જેવી કઠોર સજા થઈ

2024-12-15 11:05:39
ઈરાની સિંગરે ઑનલાઈન કોન્સર્ટમાં હિજાબ પહેર્યા સિવાય પરફોર્મ કર્યુ  મૃત્યુદંડ જેવી કઠોર સજા  થઈ


તહેરાન : ઈરાનની કટ્ટરવાદી ઈસ્માલિક સરકાર વિરૂદ્ધ દેશભરમાં ભારેલો અગ્નિ ધૂંધવાઈ રહ્યો છે. 


તેમાં કલાકાર પરસ્તુ નામની એક વિખ્યાત સિંગરે વીડિયો સંદેશામાં, ઈસ્લામિક-કટ્ટરવાદી તેવી સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું : ''હું પરસ્તુ છું, હું તે છોકરી છું જે ચૂપ રહી શકતી નથી. જે પોતાના દેશ માટે ગાવાનું બંધ કરવાનો ઈન્કાર કરે છે.''જોકે આ ઈરાની સિંગરે ઑનલાઈન કોન્સર્ટમાં હિજાબ પહેર્યા સિવાય પરફોર્મ કરવું ભારે પડી ગયું છે. તેમની ઉપર કેસ કરવામાં આવ્યો છે. અદાલતે કહ્યું હતું કે તેમની ઉપર કઠોર પગલાં લેવામાં આવશે. પરસ્તુએ કરેલા પરફોર્મન્સને કોર્ટે કાનુની અને ધાર્મિક માપદંડોના ઉલ્લંઘન સમાન ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈરાનમાં એક આદેશ જાહેર કરાયો હતો કે જાહેરમાં હિજાબ વગર નીકળી મહિલાને મૃત્યુદંડ જેવી કઠોર સજા કરવામાં આવશે. પરસ્તુ અહમદીએ બુધવારે મોડી રાત્રે પોતાની યુટયુબ ચેનલ પર કોન્સર્ટ ''સ્ટ્રીમ'' કર્યું હતું. તેમાં માથાં ઉપર સ્કાર્ફ પણ બાંધ્યા સિવાય એક લાંબો લહેરાતો પોષાક પહેરી પરફોર્મ કર્યું હતું. 


આ પરફોર્મન્સ દર્શકો વિના જ શૂટ કરાયું હતું. આ કોન્સર્ટ શરૂ કરાયા પહેલો તેઓએ યુટયુબ વીડિયો પર એક સંદેશામાં કહ્યું ઃ ''હું પરસ્તુ છું. હું તે લડકી છું જે ચૂપ રહી શકતી નથી. જે દેશ માટે જ ગાવાનું બંધ કરવાનો ઈનકાર કરે છે. કાલ્પનિક કોન્સર્ટમાં મારો અવાજ સાંભળો અને એ મુક્ત તથા સુંદર રાષ્ટ્રનું સ્વપનું જુઓ.''તેઓએ એક ગીતમાં પોલિસ કસ્ટડીમાં મહસા અમીનીના મૃત્યુ પછી દેશભરમાં જાગેલા વિરોધ પ્રદર્શનનો સ્પષ્ટ સંદર્ભ હતો. આ વચ્ચે ઈરાનની કોર્ટની મિજાન ઓનલાઈન સમાચાર વેબ સાઈટે કહ્યું કે : ''કોર્ટે હસ્તક્ષેપ કર્યો'' જ છે, અને યોગ્ય કાર્યવાહી પણ કરી છે.

Reporter: admin

Related Post