News Portal...

Breaking News :

ગાજરાવાડી એસટીપી પ્લાન્ટનું જીપીસીબીના નવા નિયમો મુજબ નિરીક્ષણ...

2025-12-06 11:51:50
ગાજરાવાડી એસટીપી પ્લાન્ટનું જીપીસીબીના નવા નિયમો મુજબ નિરીક્ષણ...


જીપીસીબી અને માનવ અધિકાર આયોગની ટીમે ગાજરાવાડી પ્લાન્ટમાં પાણીના બીઓડી લેવલની ચકાસણી કરી.. 

.

જૂના પ્લાન્ટમાં તફાવત જોવા મળ્યો, નવો પ્લાન્ટ તૈયાર થતાં જ જુનો પ્લાન્ટ બંધ થવાની યોજના.


વડોદરામાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા એસટીપી પ્લાન્ટમાં જીપીસીબીના નવા નિયમોનું પાલન થાય છે કે કેમ તે જોવા માટે જીપીસીબી અને માનવ અધિકાર આયોગે બનાવેલી કમિટીએ આજે નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન નોંધાયું કે જીપીસીબીના નિયમો બદલાયા બાદ ગાજરાવાડી પ્લાન્ટમાં પાણીના બીઓડી લેવલમાં તફાવત જોવા મળ્યો.વડોદરામાં હાલ 13 જેટલા એસટીપી પ્લાન્ટ કાર્યરત છે, જ્યાંથી પાણી શુદ્ધિકરણ કરીને છોડાય છે. તેમાં એક કે બે પ્લાન્ટમાં હજુ પણ જૂના નિયમો અનુસાર પાણીનું ટ્રીટમેન્ટ થાય છે. 

આ જ કારણસર કમિટીએ ગાજરાવાડી પ્લાન્ટની મુલાકાત લીધી અને પાણીના બીઓડી લેવલની ચકાસણી કરી. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ નિરીક્ષણ દરમ્યાન હાજર રહ્યા.જીપીસીબીના અધિકારીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે મોટાભાગના પ્લાન્ટમાં નવા નિયમો અનુસાર પાણીનું ટ્રીટમેન્ટ થાય છે, પરંતુ જૂના પ્લાન્ટમાં ઈસ્યુ શું છે તે જોવા માટે તેઓ ચકાસણી માટે આવ્યા છે. ગાજરાવાડી એસટીપી પ્લાન્ટ 2002થી કાર્યરત છે અને કોર્પોરેશન હવે નવો પ્લાન્ટ બનાવી રહ્યું છે. હાલ બીઓડી લેવલ 30 મુજબના પેરામીટર મળે છે, પરંતુ 2018 પછીના કડક નિયમો માટે નવો પ્લાન્ટ જરૂરી છે. નવો પ્લાન્ટ બનતા જ જૂનો પ્લાન્ટ બંધ કરી દેવામાં આવશે

Reporter: admin

Related Post