સામગ્રીમાં 3 ચમચી ચણા દાળ, 3 ચમચી આખા મગ, 3 અડદ દાળ, 3 ચમચી તુવેર દાળ, 3 ચમચી મસૂર દાળ, ચપટી હિંગ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 1 ચમચી લીબુંનો રસ, 2 લવિંગ, 2 સૂકા લાલ મરચા, 1 સમારેલું ટામેટું અને 2 ચમચી સમારેલા ધાણા જરૂરી છે.
બધી દાળ અને મગ ધોઈ તેને કલાક માટે પલાળી લેવા. ત્યારબાફ તેને કુકરમાં જરૂરી પાણી ઉમેરી બાફી લેવું. ત્યારબાદ કુકર ઠંડુ પડે એટલે દાળને મિક્સ કરી લેવી. હવે ધીમી આંચ પર ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવું. હવે તેલા જીરું અને રાઈનો વઘાર કરવો. તેમાં લસણની પેસ્ટ ઉમેરી શકાય છે. હવે તેમાં ચપટી હિંગ ઉમેરવી. હવે તેમાં સૂકું મરચું, એલચી, લવિંગ, આદુ અને મરચું ઉમેરવું. હવે તેમાં ટામેટું ઉમેરી બધું મિક્સ કરી સાંતળી લેવું.
હવે તમે બાફેલી દાળ ઉમેરી બધા મસાલા ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં લીબુંનો રસ ઉમેરવો અને મિક્સ કરી 10 મિનિટ માટે ગેસ પર દાળ થવા દેવી. દાળમાંથી પાણી થોડુ સોસાઈ જાય એટલે ગેસ બન્ધ કરી ગરમ ગરમ દાળ સર્વ કરી દેવી.
Reporter: admin







