News Portal...

Breaking News :

પૂર્વ રાજ્યપાલ વજુભાઇ અને સાંસદ રામ મોકરીયાને TRP ગેમિંઝ ઝોનમાં ભ્રષ્ટાચાર દેખાય છે!

2024-05-27 09:58:53
પૂર્વ રાજ્યપાલ વજુભાઇ અને સાંસદ રામ મોકરીયાને TRP ગેમિંઝ ઝોનમાં ભ્રષ્ટાચાર દેખાય છે!


વડોદરાની બોટ કાંડની માફક રાજકોટમાં પણ તપાસના નામે નાટક શરૂ થઈ ગયું! TRP ગેમિંઝ ઝોનમાં 28 લોકો જીવતા ભડાથું થઈ ગયા. મૃતકો ના સગા-વહાલાઓ રોઈ રોઈને થાકી ગયા પરંતુ ન્યાય કેવી રીતે મળશે તે એક મોટો સવાલ છે.


ત્રણ મહિના અગાઉ વડોદરાની બોટ કાંડની માફક રાજકોટમાં પણ તપાસના નામે નાટક શરૂ થઈ ગયું છે એવું તરકટ કે માત્ર કડક તપાસનાં ભજનિયા ગવાશે અને ભક્તો ગુણગાન ગાશે. છેલ્લે અસલી જવાબદારો છટકીને બચી જશે.રાજકોટ પોલીસે નોંધેલી ફરિયાદમાં એક પણ અધિકારીનું નામ લખવામાં આવ્યું નથી. રાજકોટની પોલીસે નોંધેલી ફરિયાદમાં કોઈ પણ સરકારી અધિકારી કે સરકારી વિભાગનું નામ નથી. જ્યારે કે ગેમ ઝોનના સંચાલકોને પોલીસ અને ભ્રષ્ટ તંત્રએ જ પરવાનગી આપી હતી. જેમણે પરવાનગી આપી હતી તે ભ્રષ્ટ બાબુઓ સામે ફરિયાદ કેમ ના થઈ તે એક મોટો સવાલ છે.રાજકોટના પોલીસ કમિશનરે જ કબૂલ્યું છે કે ગયા વર્ષે જ પોલીસે મોતના ગેમઝોનને પરવાનગી આપી હતી તો પછી પરવાનગી આપનારા ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસ સામે ફરિયાદ કેમ નથી નોંધવામાં આવી? ફાયર વિભાગના અધિકારી,પોલીસ વિભાગના અધિકારી, કલેક્ટર ખાતાના અધિકારી, મહાનગર પાલિકાના અધિકારીઓ આ ગેમઝોન ચાલતો હતો ત્યારે તેઓ શું કરતા હતા.રાજકોટના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે આ ભ્રષ્ટ બાબુઓના પાપે લોકો મર્યા છે. પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ પણ કહ્યું અધિકારીઓની મીઠી નજર હતી. તો પછી જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં નથી આવી. 




 આવો જ ખેલ વડોદરાના હરણી બોટકાંડમાં પણ થયો હતો. વડોદરા બોટકાંડમાં પણ પોલીસે તંત્ર સામે FIR નોંધી ન  હોતી. જે બાદ હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો અને આખરે પોલીસે પોતાનું નાક કપાવીને જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે.જો કે માત્ર ફરિયાદ જ નોંધાઈ છે. કાર્યવાહીના નામે કોને ફાંસી થાય છે અને કોણ આજીવન જેલમાં સડે છે તે હજુ જોવાનું બાકી છે. અને હવે રાજકોટમાં પણ ભ્રષ્ટ સરકારી વિભાગોમાં જનતાના ટેક્સમાંથી લાખો રૂપિયાનો પગાર લેતા અને એસીમાં બેસીને હપ્તારાજ ચલાવતા ભ્રષ્ટ બાબુઓને બચાવી લેવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરી નાખ્યું છે. કેમ કે, કમિશનર ખુદ કહી રહ્યા છે કે પોલીસે જ પરવાનગી આપી હતી. તો હવે પોલીસ સામે પોલીસ ખુદ ફરિયાદ કેવી રીતે નોંધે? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.

Reporter: News Plus

Related Post