સેન્ટ્રલ રેલવેમાં કલ્યાણ-ઠાકુર્લી રેલવે-સ્ટેશન વચ્ચે ટ્રૅક નજીકથી ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો.
સેન્ટ્રલ રેલવેમાં કલ્યાણ-ઠાકુર્લી રેલવે-સ્ટેશન વચ્ચે ટ્રૅક નજીકથી ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ-તપાસમાં જણાયું હતું કે આ મૃતદેહ ભિવંડીમાં રહેતા ૧૯ વર્ષના મોઇનુદ્દીન શાહનો છે.
ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ ઉંદરેએ કહ્યું કે ‘ગઈ કાલે અમને કલ્યાણ-ઠાકુર્લી સ્ટેશનો વચ્ચેથી મોઇનુદ્દીનની લોહીથી લથબથ ડેડબૉડી મળી હતી. એ યુવક ટ્રેનમાંથી પડ્યો છે કે રેલવેલાઇન ક્રૉસ કરવા દરમ્યાન અકસ્માતનો શિકાર બન્યો છે એની માહિતી હજી અમારી પાસે આવી નથી. આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધીને તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે મોઇનુદ્દીનના પિતાના સ્ટેટમેન્ટ અનુસાર તે થાણેમાં નોકરી કરતો હતો. ગઈ કાલે ઘરેથી નોકરીએ જવા નીકળ્યો હતો અને બપોરે તેનો મૃતદેહ મળ્યો હતો
Reporter: News Plus