દીવાળીપુરા કોર્ટ પાસે BMW કારનો અકસ્માત, પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર
વડોદરા શહેરના દીવાળીપુરા કોર્ટ વિસ્તાર પાસે ગત મોડી રાત્રે એક BMW કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની ટક્કર એટલી પ્રચંડ હતી કે પાર્ક કરેલી કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાના અવાજથી આસપાસના લોકો અને રાહદારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતની જાણ થતાં અકોટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થઈ ન હોવાનું સામે આવ્યું છે, જોકે બંને વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત પાછળ કારચાલકની બેદરકારી જવાબદાર હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે તેમજ સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતના ચોક્કસ કારણો સ્પષ્ટ થશે.
Reporter: admin







