ભગવાન જગન્નાથની રથયાત્રા અને વિવિધ સ્થાનિક તહેવારોને કારણે આજે દેશના અનેક રાજ્યોમાં બેંકોમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના બેંક હોલિડે કેલેન્ડર મુજબ ઓડિશા, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બેંક શાખાઓ બંધ રહેશે.
રજા દરમિયાન તમામ સરકારી અને ખાનગી બેંકોની શાખાઓમાં નિયમિત કામગીરી બંધ રહેશે. જોકે, ગ્રાહકો માટે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ATM, UPI અને અન્ય ડિજિટલ સેવાઓ યથાવત ચાલુ રહેશે.
બેંકિંગ સંબંધિત જરૂરી કામ ધરાવતા ગ્રાહકોને નજીકની શાખામાં જતાં પહેલાં પોતાના રાજ્યમાં રજાની સ્થિતિ ચકાસી લેવા અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
Reporter: admin







