News Portal...

Breaking News :

263 દિવસની તપસ્યા બાદ ચાર દરવાજા વિસ્તારમાં ફૂટપાથ કામની જાહેરાત.

2026-01-02 11:22:42
263 દિવસની તપસ્યા બાદ ચાર દરવાજા વિસ્તારમાં ફૂટપાથ કામની જાહેરાત.


માંડવી સહિત ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશન માટે સતત રજૂઆતો – પાલિકાની ઘોષણાઓ છતાં કામ હજુ અધૂરું.




માંડવી, ન્યાય મંદિર, લેહરીપુરા દરવાજો અને તાંબેકરવાડા જેવા ઐતિહાસિક સ્થળોના રિસ્ટોરેશન અંગે હજી સુધી કોઈ હકીકતી કામગીરી શરૂ ન થતા નાગરિકોમાં અસંતોષ યથાવત.
વડોદરા શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને યોગ્ય જાળવણી માટે માંડવી નીચે સતત 263 દિવસથી તપસ્યા કરી રહેલા નાગરિક કાર્યકરો દ્વારા વારંવાર મહાનગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતોમાં માંડવીના ઐતિહાસિક દરવાજાનું રિસ્ટોરેશન, જર્જરિત પિલ્લરોની મરામત તથા યોગ્ય મેન્ટેનન્સ શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. જોકે, આરોપ છે કે મહાનગરપાલિકા કમિશનર માત્ર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં હેડલાઇન્સ બને એટલા માટે જ “માંડવી દરવાજાનું કામ ઝડપથી શરૂ થશે” તેવી જાહેરાતો કરતા રહ્યા, પરંતુ આજદિન સુધી હકીકતમાં કોઈ કામગીરી શરૂ થઈ નથી.



વર્ષ 2025 દરમ્યાન માંડવીના જર્જરિત પિલ્લરોના રિસ્ટોરેશન માટે ઝડપી કામગીરી શરૂ કરવાની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ માંડવી, ન્યાય મંદિર, લેહરીપુરા દરવાજો તેમજ તાંબેકરવાડા જેવા ઐતિહાસિક સ્થળોને યોગ્ય ન્યાય મળ્યો નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સાથે મીડિયા માધ્યમથી એ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી રોડ પર માત્ર પેચવર્ક સિવાય કોઈ નોંધપાત્ર વિકાસ કાર્ય થયું નથી. ફૂટપાથોના પેવર બ્લોક્સ વર્ષોથી બદલાયા નથી, અનેક જગ્યાએ ફૂટપાથ પર ખાડા પડેલા છે, ક્યાંક એકસરખા પેવર બ્લોક્સ નથી અને પાણીગેટ જેવા વિસ્તારોમાં તો ફૂટપાથ જ નથી તેવી સ્થિતિ છે.આ સતત રજૂઆતોના પરિણામે હવે ચાર દરવાજા વિસ્તારમાં ફૂટપાથ સુધારણા અંગે હલચલ જોવા મળી છે. બેંક ઓફ બરોડા નજીક મહાનગરપાલિકા દ્વારા એક માહિતી બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં ચાર દરવાજા વિસ્તારમાં નવા ફૂટપાથ બનાવવાની વિગતો આપવામાં આવી છે. બોર્ડમાં કામ કોને સોંપવામાં આવ્યું છે, કામની સમયમર્યાદા શું છે અને કઈ એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવશે તેની માહિતી દર્શાવવામાં આવી છે.નાગરિકોએ આશા વ્યક્ત કરી છે કે ફૂટપાથ પર પેવર બ્લોક નાખવાની કામગીરી ગુણવત્તાપૂર્વક અને નિયમ મુજબ કરવામાં આવશે તેમજ સમગ્ર કામ દરમિયાન યોગ્ય ઇન્સ્પેકશન થશે. સાથે સાથે ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશન માટે પણ તાત્કાલિક હકીકતમાં કામગીરી શરૂ કરવામાં આવે તેવી માગ ફરી એકવાર ઉઠી છે.

Reporter: admin

Related Post