News Portal...

Breaking News :

ચોરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલીને ફોર્મલ કપડાં પહેરી ઘરફોડ ચોરીને અંજામ આપ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

2026-02-10 13:20:16
ચોરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલીને ફોર્મલ કપડાં પહેરી ઘરફોડ ચોરીને અંજામ આપ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો


ચોરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલીને ફોર્મલ કપડાં પહેરી ઘરફોડ ચોરીને અંજામ આપ્યાનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. 


સમા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ નરેશ પટેલના ઘરે થયેલી 18 લાખ રૂપિયાની મત્તાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. આ સાથે કુલ 74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.તસ્કરો કોઈને શંકા ન જાય તે માટે ફોર્મલ કપડાંમાં ઘરમાં પ્રવેશ્યા હતા અને બિનદાસ્ત ફરતા નજરે પડ્યા હતા. એક આરોપી બહાર લાગેલી લાઈટ બંધ કરતો CCTVમાં કેદ થયો છે. ચોરી પહેલા આરોપીઓ વડતાલની ધર્મશાળામાં રોકાયા હતા અને તપાસમાં કુલ ચાર ઘરફોડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. 


ઉલ્લેખનીય છે કે લગ્ન પ્રસંગે દાગીના ઘરે લવાતા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી પ્રહલાદ ઉર્ફે પ્રદીપ ઉર્ફે નિખીલ દધીચ (38) અને સુરેશ ઉર્ફે રાજવીર સેન (36)ને ઝડપી પાડ્યા છે. બંને આરોપી મૂળ જોધપુર (રાજસ્થાન)ના રહેવાસી છે અને હાલ મુંબઈ તથા મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

Reporter: admin

Related Post