હરણી વારસીયા રીંગ રોડ ખાતે આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિધ્ધેશ્વર મહાદેવ મંદિરને છ વર્ષ પુર્ણ થતા રુદ્રી નુ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજુબાજુની સાત સોસાયટીના ભાવિક ભક્તોએ આ રૂદ્રી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો.આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મંદિરમાં મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠા 2020મા કરવામા આવી હતી પરંતુ તે સમયે મહાપ્રસાદીનું આયોજન કોરોનાને કારણે કરી શક્યા નહતા.

ગઇકાલથી પુરુષોતમ પવિત્ર માસનો આરંભ થયો છે એને ધ્યાનમાં લઈને આ રુદ્રી પુજા અને મહાપ્રસાદીનું આયોજન કર્યું છે આ આયોજન માં અમોને આજુબાજુની તમામ સોસાયટીનો ખુબજ સારો સાથ અને સહકાર મળેલ છે .

Reporter: admin







