News Portal...

Breaking News :

વડોદરાના વારસિયા રિંગ રોડ પર પડ્યો મોટો ભુવો, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

2026-07-24 14:07:45
વડોદરાના વારસિયા રિંગ રોડ પર પડ્યો મોટો ભુવો, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

વડોદરામાં ભારે વરસાદ બાદ રોડ ધસી પડવાની વધુ એક ઘટના સામે આવી છે. પૂર્વ ઝોનના વોર્ડ નંબર-6 વિસ્તારમાં આવેલા વારસિયા રિંગ રોડ પર બેંકર હોસ્પિટલ સામે બિલીપત્ર કોમ્પ્લેક્સ નજીક મુખ્ય માર્ગનો મોટો ભાગ અચાનક બેસી જતા વિશાળ ભુવો પડ્યો છે.

વ્યસ્ત માર્ગ પર પડેલા આ ભુવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રોડની હાલત જોખમી બની ગઈ છે અને કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકા સમક્ષ તાત્કાલિક સ્થળને સુરક્ષિત કરવા અને રોડનું વહેલી તકે સમારકામ હાથ ધરવાની માંગ કરી છે. હાલ માર્ગ પર પસાર થતા વાહનચાલકો સાવચેતીપૂર્વક અવરજવર કરી રહ્યા છે.

Reporter: admin

Related Post