News Portal...

Breaking News :

ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર પર અમેરિકાનો હવાઈ હુમલો

2026-03-17 10:17:26
ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર પર અમેરિકાનો હવાઈ હુમલો


દિલ્હી : ઇરાન સાથેના યુદ્દ વચ્ચે પણ અમેરિકાના ફાઇટર જેટ્સે ચાબહાર બંદરની જોડેના લશ્કરી કેન્દ્ર પર હુમલા કર્યા છે. 


આ હુમલા ઇરાનના ચાબહાર બહારના ફ્રી ટ્રેડ ઝોન (સીએફઝેડ) પર કરવામાં આવ્યા છે. વોઇસ ઓફ અમેરિકાના એક સમાચાર મુજબ ઇરાનના પહાડોની વચ્ચે બનેલા ચાબહાર બંદરની જોડે મોટા વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે. ભારત માટ આ બંદર એક સમયનું વ્યૂહાત્મક રોકાણ હતું.ભારતને ચાબહાર બંદરની મદદથી જ મધ્ય એશિયા જવા માટેનો રસ્તો મળે છે. ચાબહાર એવી જગ્યા છે જે ભારતને ઇરાનના રસ્તે અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપ સુધી પહોંચાડે છે. તે ભારતના પ્રાદેશિક ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરને પણ જોડે છે. 


આ ઝોનમાં ૨૦ વર્ષ માટે છૂટની જોગવાઈ છે. ભારતે ૨૦૨૧માં ચાબહાર ફ્રી ટ્રેડ ઝોન દ્વારા એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સથી લઈને યુરીયા પ્લાન્ટ બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તે જ વખતે ભારત અને ઇરાન વચ્ચે એક સ્ટ્રેટેજિક પોર્ટને ચલાવવાનો કરાર પણ થયો હતો. આ પોર્ટ અફઘાનિસ્તાનના લોકોને માનવીય મદદ પૂરી પાડવા મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

Reporter: admin

Related Post