લંડન : રાજકારણીઓ સાથે ઘરોબો કેળવીને ખૂબ લોકપ્રિય બની ગયું છે. યુનાઇટેડ કિંગડમમાં ‘લેરી’ નામનો એક બિલાડો છે જે ત્યાંના સત્તાના કેન્દ્ર એવા 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વડાપ્રધાનના પરિવાર સાથે રહે છે અને પ્રસિદ્ધ થઈ ગયો છે.
લેરી ‘10 ડાઉનિંગ સ્ટ્રીટ’નો ‘ચીફ માઉસર’ છે. ચીફ માઉસર (Chief Mouser) એટલે સરકારી ઇમારતમાં ઉંદરો પકડવાની જવાબદારી ધરાવતી બિલાડી માટે આપવામાં આવતું સન્માનજનક પદ. લેરીનું કામ ઉંદરોને દૂર રાખવાનું છે, જેથી ઉંદરો કાગળો, ખોરાક અને ઇમારતને નુકસાન ન પહોંચાડે. અલબત્ત, આ કામ માટે લેરીને કોઈ ફરજ પાડવામાં નથી આવતી. બિલાડી પ્રકૃતિથી જ ઉંદરની દુશ્મન ગણાતી હોવાથી લેરી કુદરતી રીતે જ એને સોંપવામાં આવેલું કામ કર્યે જાય છે. તે મોટેભાગે ‘10 ડાઉનિંગ સ્ટ્રીટ’ના મુખ્ય દરવાજાની બહાર બેસીને ચોકી કરતો હોય છે. લેરીનો જન્મ 2007માં રસ્તા પર થયો હતો. પછીથી એને લંડનના પ્રાણીઘર Battersea Dogs & Cats Homeમાં લઈ જવાયો હતો.
2011માં તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમેરોને ત્યાંથી લેરીને અપનાવ્યો અને એને પોતાના સત્તાવાર નિવાસસ્થાન ‘10 ડાઉનિંગ સ્ટ્રીટ’ લઈ આવ્યા. ત્યારથી લેરી ત્યાં જ રહે છે. તે મિશ્ર પ્રજાતિનો છે, પણ શરીર પર ભૂખરા અને સફેદ રંગની રુંવાટી હોવાથી તેને ‘ગ્રે-એન્ડ-વ્હાઇટ ટેબી’ તરીકે ઓળખાવાય છે. લેરી રાજકારણથી પર છે, તે કોઈ પક્ષનો નથી. આ નિષ્પક્ષતા તેને વિશેષ બનાવે છે. ઉપરાંત વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં તેની હાજરી વિશ્વ સમક્ષ એવો સંદેશ રજૂ કરે છે કે બ્રિટિશ સત્તા કઠોર નથી, પણ માનવીય, હળવાશપૂર્ણ અને મિત્રતાભરી છે. વૈશ્વિક નેતાઓ સાથેની લેરીની તસવીરો, મીડિયા દ્વારા મળતું મહત્ત્વ અને સોશિયલ મીડિયામાં હાજરી દ્વારા લેરી બ્રિટનને આકર્ષક રીતે ‘રીપ્રેઝન્ટ’ કરે છે, જે કોઈ રાજકીય ભાષણ કરતાં વધુ અસરકારક છે.
Reporter: admin







