ગુજરાતમા ધાર્મિક લોકો છે, જે કોઈ પણ ધાર્મિક તહેવારને ખુબ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. કોઈ પણ ભગવાનના મંદિરને પવિત્ર માનવામાં આવે છે. જેને લઇ રામ યુવા સંગઠન અખિલ ભારત હિન્દુ મહાસભા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી ગુજરાતમાં મંદિરો તોડવામાં ન આવે હિન્દુ ધર્મની લાગણીઓ ન દુભાય તે માટે આવેદનપત્ર આપી કલેક્ટર સાહેબને રજૂઆત કરી.
પ્રશાસન દ્વારા મંદિર તોડવાના નિર્ણયને લઈને વિરોધ શાંતિપૂર્ણ અને સંવેધાનિક રીતે કાર્યક્રમ કરનારા હિન્દુ નેતાઓની પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હજારો મંદિરોને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે તે મંદિરો તોડવામાં નં આવે તેવી માંગ સાથે કલેકટર કચેરી આવેદનપત્ર આપ્યું સરકારના આ નિર્ણય થી ગુજરાત તથા દેશ ના સમગ્ર હિન્દુ સમાજ માં રોષ અને દુઃખ ની લાગણી ઉદભવી રહી છે. આ નિર્ણય થી સાધુ સંતો મહંતો અને પૂજારીઓ પણ દુઃખી થઈ ગયા છે અને હિન્દુ સમાજ આ નિર્ણયને ઔરંગઝેબી ફરમાન સાથે સરખાવી રહ્યો છે. આ નિર્ણય મુઘલકાલ સમય સાથે સરખાવી રહ્યો છે. સરકારને વિનંતી છે કે આ નિર્ણય નીલગતિ થી પરત ખેંચવામાં આવે.વર્તમાનના જે તે પ્રસાશન દ્વારા ગુજરાતમાં હિન્દુ મંદિરો તોડવાની નોટિસ સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષ -રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ગુજરાતભર માં મંદિર તોડવાના વિરોધ માં શાંતિપૂર્ણ અને સંવિધાનિક રીતે કાર્યક્રમ કરવામાં આવ્યા.
મંદિર તોડવાનો વિરોધ પ્રશાસન ને ગમ્યો આ તેવું લાગી રહ્યું છે એટલે જ મંદિર તોડવા નો વિરોધ કરનારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંત ના કાર્યકારી અધ્યક્ષ બચુભાઇ લાડવા અને ઉત્તર ગુજરાત પ્રાંત ના મંત્રી રાજુભાઇ પટેલ ની અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તબક્કાવાર તા.૨૯/૦૭/૨૦૨૪ અને તા. ૩૦/૦૭/૨૦૨૩ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.તેવો ને છોડવા માં આવે તેવી માંગ કરી હિન્દુઓને પોતાના મંદિરની રક્ષા માટે શાંતિપૂર્વક અને સંવેધાનીક પધ્ધતિ થી વિરોધ કરવો એ ગુજરાતમાં ગુન્હો નથી અને જો ગુન્હો નથી તો હિન્દુ નેતાઓની ધરપકડ કરવી નં જોઈએ.આ ધરપકડ થતા મંદિરો ના સાધુ સંતો, મહંતો, પૂજારીઓ અને હિન્દુ ધર્મ પ્રેમીઓ માં રોષ અને દુઃખ ની લાગણી અનુભવી રહ્યા છે.આ પરપકડ નો વિરોધ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા અન્ય વિવિધ હિન્દુ સંગઠનો સખત વિરોધ કરે છે.અને માંગ કરે છે કે ઉપરોક્ત હિન્દુ યોધ્ધા ઓ પર કરેલ કેસ પરત ખેંચવામાં આવે. અને ગુજરાત સરકાર દ્વારા મંદિર હટાવવા ના નિર્ણય ને પરત ખેંચવામાં આવે તેવી હિન્દુ ધર્મપ્રેમી ઓ લાગણી અને માંગણી છે.
Reporter: