News Portal...

Breaking News :

સ્વચ્છતા નહીં, સંસ્કારની સફાઈ બાકી—શૌચાલયમાં દેવતા, તંત્રની બુદ્ધિ ક્યાં?

2026-05-02 13:22:29
સ્વચ્છતા નહીં, સંસ્કારની સફાઈ બાકી—શૌચાલયમાં દેવતા, તંત્રની બુદ્ધિ ક્યાં?


સ્વચ્છતાના નામે આસ્થા સાથે ગંદો ખેલ—શૌચાલયમાં દેવતાઓના પોસ્ટર લગાવી તંત્ર બેકાબૂ.
ક્રમ મેળવવાની દોડમાં સંસ્કાર ભૂલાયું—જનતા ભડકી, તંત્ર સામે ઉગ્ર વિરોધ
સરદાર બાગ પાસે શૌચાલયમાં દેવ-રાજાઓના પોસ્ટરથી આક્રોશ, “તાત્કાલિક હટાવો નહીં તો અમે જ ઉતારી નાખીશું
સ્વચ્છતાની જાગૃતિની લ્હાયમાં તંત્રનું શરમજનક કૃત્ય: શૌચાલયની દીવાલો પર ભગવાનની તસ્વીરો લગાવતા ભારે રોષ

સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા સર્વેક્ષણમાં ક્રમાંક મેળવવાની લ્હાયમાં સરકારી તંત્ર અને પાલિકા વહીવટદારો ઘણીવાર ભાન ભૂલી જતા હોય છે. આવો જ એક કિસ્સો શહેરના હાર્દ સમાન સરદાર બાગની બાજુમાં આવેલા જાહેર શૌચાલયમાં જોવા મળ્યો હતો. શૌચાલયમાં ગંદકી ન થાય અને લોકો બહાર ગંદકી ન કરે તેવા આશયથી, પરંતુ અત્યંત અણઘડ રીતે તંત્ર દ્વારા શૌચાલયની અંદર અને બહારની દીવાલો પર ભગવાનની તસ્વીરો અને રાજા-મહારાજાઓના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા હતા.આ ઘટના સામે આવતા જ શહેરમાં ધાર્મિક લાગણી દુભાવાની અને વિરોધની જ્વાળા ફાટી નીકળી છે. શહેરના ગીચ વિસ્તારમાં આવેલા સરદાર બાગની પાસેના જાહેર શૌચાલયમાં તાજેતરમાં નવીનીકરણ અને સ્વચ્છતા જાળવવાના નામે વિચિત્ર પ્રયોગ કરવામાં આવ્યો હતો. અહીં તંત્રએ તમામ મર્યાદાઓ ઓળંગીને હિન્દુ દેવી-દેવતાઓ અને આદરણીય ઐતિહાસિક રાજાઓના પોસ્ટરો લગાવી દીધા હતા. 

આ બાબત જ્યારે સ્થાનિકોના ધ્યાનમાં આવી ત્યારે ગણગણાટ શરૂ થયો હતો, જે બાદમાં ઉગ્ર વિરોધમાં ફેરવાયો હતો.ઘટનાની જાણ થતા જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોંગ્રેસ અગ્રણી સ્વેજલ વ્યાસે આ અંગે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ અત્યંત શરમજનક અને નિંદનીય કૃત્ય છે. જે લોકો હિન્દુ હિતની મોટી-મોટી વાતો કરે છે, તેમના જ શાસનમાં ભગવાનને શૌચાલય જેવી અપવિત્ર જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે. શૌચાલયની અંદર અને તેની ઉપરના ભાગે જે રીતે પોસ્ટર લગાવાયા છે, તેનાથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે.આ બાબતે મારું ધ્યાન એક મુસ્લિમ ભાઈએ દોર્યું હતું. જો અન્ય ધર્મના વ્યક્તિને પણ આપણા ભગવાનનું આ જગ્યાએ અપમાન જોઈને શરમ આવતી હોય, તો આ તંત્રને કેમ કંઈ દેખાતું નથી? જો તાત્કાલિક આ પોસ્ટરો હટાવવામાં નહીં આવે તો અમે પોતે જ તે ફાડી નાખીશું.”

Reporter: admin

Related Post