News Portal...

Breaking News :

NHAIની મોટી પહેલ: દેશભરના ટોલ પ્લાઝા પર બનશે વિશ્વસ્તરીય જાહેર શૌચાલય, મુસાફરોને મળશે આધુનિક સુવિધા

2026-07-31 10:33:51
NHAIની મોટી પહેલ: દેશભરના ટોલ પ્લાઝા પર બનશે વિશ્વસ્તરીય જાહેર શૌચાલય, મુસાફરોને મળશે આધુનિક સુવિધા

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગોના ટોલ પ્લાઝા પર વિશ્વસ્તરીય જાહેર શૌચાલયોની સુવિધા વિકસાવવા માટે દેશવ્યાપી પહેલ શરૂ કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.

NHAIના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ ટોલ પ્લાઝા પર સ્વચ્છતા સુવિધાઓને વધુ સક્ષમ બનાવવા માટે પરફોર્મન્સ આધારિત કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે. તેના દ્વારા શૌચાલયોની નિયમિત જાળવણી અને સેવા ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવશે.

યોજનાના ભાગરૂપે હાલના શૌચાલયોનું આધુનિકીકરણ કરવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ નવા જાહેર શૌચાલય પણ બનાવવામાં આવશે. આ માટે એકસમાન ગુણવત્તા ધોરણો નક્કી કરીને તેનો અમલ કરવામાં આવશે.

NHAIએ જણાવ્યું છે કે નવા શૌચાલયોના નિર્માણમાં મજબૂત માળખાકીય ડિઝાઇન સાથે ટકાઉ અને પર્યાવરણમૈત્રી (ગ્રીન બિલ્ડિંગ) માળખાનો સમાવેશ કરવામાં આવશે, જેથી લાંબા ગાળે વધુ સારી અને ટકાઉ સુવિધા ઉપલબ્ધ થઈ શકે.
સેવાની ગુણવત્તા સતત જળવાઈ રહે તે માટે ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) આધારિત લાઇવ ટેલિમેટ્રી સિસ્ટમ દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીના ઉપયોગથી સમયસર જાળવણી, સફાઈ અને જરૂરી સેવાઓ પૂરી પાડવી વધુ સરળ બનશે.
NHAIની આ પહેલથી ખાસ કરીને મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો તેમજ લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકોને વધુ સ્વચ્છ અને સુવિધાસભર જાહેર શૌચાલયોની સુવિધાનો લાભ મળશે.

Reporter: admin

Related Post