News Portal...

Breaking News :

સોલર પેનલ્સ પર આવેલી તોતિંગ ડ્યુટીના સમાચાર વચ્ચે રોકાણકારોની સોના ચાંદી તરફ નજર

2026-02-25 13:52:05
સોલર પેનલ્સ પર આવેલી તોતિંગ ડ્યુટીના સમાચાર વચ્ચે રોકાણકારોની સોના ચાંદી તરફ નજર


મુંબઈ : અમેરિકા દ્વારા ભારતીય સોલર પેનલ્સ પર લાદવામાં આવેલી તોતિંગ ડ્યુટીના સમાચાર વચ્ચે રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી રહી છે, જ્યાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.



MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે સોનાના ભાવમાં મજબૂત તેજી જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સોનામાં આજે અંદાજે ₹1103 નો ઉછાળો નોંધાયો છે.



જૂનો બંધ ભાવ : ₹1,59,969.00
આજનો ઓપન ભાવ (Open): ₹1,60,977.00
દિવસની ઉચ્ચ સપાટી (High): ₹1,61,072.00
સમાચાર લખવા સુધીનો ભાવ: બજારમાં અત્યારે સોનું ₹1,60,600.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે, જે પાછલા બંધ ભાવ કરતા +0.39% નો વધારો સૂચવે છે.

Reporter: admin

Related Post