સુરતકલ દરિયાકાંઠાથી લગભગ 33 નોટિકલ માઈલ દૂર મધ્ય દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ICGS સાચેત દ્વારા દિલધડક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. VHF RT પર મળેલા એક કટોકટી સંદેશના આધારે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
મેઙ્ગલોર નજીકના દરિયામાં ભારે કરંટ અને તોફાની મોજાંના કારણે એક ફિશિંગ બોટના તળિયાના ભાગમાં મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું હતું. પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતાં બોટ ડૂબી જવાની અણી પર પહોંચી ગઈ હતી અને તેમાં સવાર તમામ 6 માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા.
ખરાબ હવામાન, ઊંચા ઉછળતા મોજાં અને ભારે પવન વચ્ચે પણ ICGS સાચેતના જવાનોએ બહાદુરીપૂર્વક કામગીરી હાથ ધરી તમામ માછીમારોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. સમયસર લેવામાં આવેલી કાર્યવાહીથી એક મોટી દુર્ઘટના ટળી હતી.
Reporter: admin







