News Portal...

Breaking News :

વૉટ્સએપને સીધો આદેશ : સ્કેમમાં વપરાતા ડિવાઇસને તાત્કાલિક બ્લોક કરવામાં આવે

2026-03-21 11:44:26
વૉટ્સએપને સીધો આદેશ : સ્કેમમાં વપરાતા ડિવાઇસને તાત્કાલિક બ્લોક કરવામાં આવે


દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી 'ડિજિટલ અરેસ્ટ'ના નામે નિર્દોષ લોકોને લૂંટવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ સ્કેમમાં સ્કેમર્સ વૉટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. 


આ જોખમને જોતા ભારત સરકારે હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને વૉટ્સએપને સીધો આદેશ આપ્યો છે કે સ્કેમમાં વપરાતા ડિવાઇસને તાત્કાલિક બ્લોક કરવામાં આવે.હવે માત્ર એકાઉન્ટ નહીં, આખું ડિવાઇસ બ્લોક થશે. ગૃહ મંત્રાલય હેઠળની સાયબર વિંગ 'ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર (I4C)' ના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવાયો છે. સ્કેમર્સ વારંવાર નવા નંબરથી એકાઉન્ટ બનાવી લેતા હોય છે, તેથી હવે તેમના ફોનની ઓળખ એટલે કે Device ID પર જ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.વૉટ્સએપ પર સ્કાઈપ જેવા સુરક્ષા ફીચર્સ લાગુ કરવા પર વિચારણા ચાલી રહી છે. 


IT રૂલ્સ 2021 હેઠળ ડિલીટ કરેલા એકાઉન્ટનો ડેટા 180 દિવસ સુધી સુરક્ષિત રાખવા પર ભાર મૂકાશે, જેથી તપાસ એજન્સીઓને પુરાવા મળી રહે. ખતરનાક APK ફાઈલો અને નકલી એપ્સને ઓળખીને તેને બ્લોક કરવાની યોજના છે.જેમ દરેક ભારતીય પાસે 'આધાર કાર્ડ' હોય છે, તેમ દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટની પોતાની એક અલગ ઓળખ હોય છે જેને Device ID કહેવાય છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. IMEI નંબર મોબાઈલ નેટવર્ક પર ફોનની ઓળખ માટે હોય છે. MAC એડ્રેસ Wi-Fi અથવા નેટવર્ક કનેક્ટિવિટી માટે હોય છે. સીરીયલ નંબર એટલે કંપની દ્વારા આપવામાં આવેલો યુનિક નંબર અપાય છે. એડવર્ટાઈઝિંગ ID એપ્સ અને જાહેરાતો માટે વપરાતો નંબર હોય છે.

Reporter: admin

Related Post