News Portal...

Breaking News :

સુરતની સિવિલ હોસ્પિટલમાં ખુબ જ ગંભીર ઘટના સામે આવી છે.

2024-06-26 15:01:44
સુરતની સિવિલ હોસ્પિટલમાં ખુબ જ ગંભીર ઘટના સામે આવી છે.


સબંધીની ખબર કાઢવા આવેલા એક દંપતીનો ૩ વર્ષ બાળક સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થઇ ગયો હતો બીજી તરફ આ મામલો સીધો ગૃહમંત્રી સુધી પહોચ્યો હતો જેમાં ગૃહમંત્રીએ પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ચેક કરતા એક મહિલા બાળકને લઈને જતી હોવાનું સામે આવ્યું હતું


મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં રહેતા દંપતી સિવિલ હોસ્પિટલમાં સબંધીની ખબર કાઢવા આવ્યું હતું દરમ્યાન તેઓનો ૩ વર્ષીય બાળક જી-૧ વોર્ડની બહાર પેસેજમાં રમતો હતો આ દરમ્યાન બાળક અચાનક ગુમ થઇ ગયો હતો. બાળક ગુમ થઈ જતા પરિવારે બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી ના હતી. દરમ્યાન આ સમગ્ર મામલો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોચ્યો હતો. હર્ષ સંઘવીએ આ બનાવને લઈને તાત્કાલિક પોલીસ અધિકારીઓને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી 


તપાસ દરમ્યાન બાળક એક મહિલા સાથે જતું સીસીટીવીમાં દેખાયું હતું જેથી પોલીસે આ મામલે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. હજુ સુધી બાળકનો કોઈ પતો લાગ્યો નથી. બાળક ગુમ થયા બાદ સીસીટીવી કેમેરા ચેક કરવા માટે પણ પરિવાર રઝળયુ હોવાનું પણ સામે આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સિવિલમાંથી જે બાળક ગુમ થયું છે તે અંગે તપાસ ચાલી રહી છે. મેં પોતે જ ડીસીપીને સુચના આપી છે કે વધુ ટીમો લગાવીને બાળકને તાત્કાલિક શોધીને તેના માતા-પિતાને સુપ્રરત કરવામાં આવે.

Reporter: News Plus

Related Post