News Portal...

Breaking News :

યુવકને ટાંકી પર જોતા જ ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા: ગેરકાયદેસર દેશી દારૂના વેચાણના વિરોધમાં પાણીની ટાંકી પર ચડી ગયો

2026-03-15 13:21:43
યુવકને ટાંકી પર જોતા જ ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા: ગેરકાયદેસર દેશી દારૂના વેચાણના વિરોધમાં પાણીની ટાંકી પર ચડી ગયો


બનાસકાંઠા: જિલ્લાના જૂની ભીલડી ગામમાં એક યુવક ગામમાં ચાલતા ગેરકાયદેસર દેશી દારૂના વેચાણના વિરોધમાં પાણીની ટાંકી પર ચડી જતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

જોકે, પોલીસની સમયસૂચકતા અને સમજાવટને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને યુવકને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, જૂની ભીલડી ગામમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બૂમો ઉઠી હતી. આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગામનો એક યુવક રોષે ભરાયો હતો. વિરોધ પ્રદર્શિત કરવા માટે તે ગામની ઊંચી પાણીની ટાંકી પર ચડી ગયો હતો. 

યુવકને ટાંકી પર જોતા જ ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ગામમાં ભય સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.સ્થાનિક લોકોએ તાત્કાલિક '112' પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી ભીલડી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ખૂબ જ સંવેદનશીલતા દાખવી યુવક સાથે વાતચીત શરૂ કરી હતી અને તેને યોગ્ય ન્યાયની ખાતરી આપી હતી. પોલીસની લાંબી સમજાવટ બાદ યુવક શાંત પડ્યો હતો અને નીચે ઉતરવા તૈયાર થયો હતો. યુવક સલામત રીતે નીચે ઉતરતા ગ્રામજનોએ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Reporter: admin

Related Post