News Portal...

Breaking News :

૮૦ વેપારીઓને ન્યાય નહીં મળે તો ૪૦૦ લોકો સામુહિક આત્મહત્યા કરશે ફાયર એનઓસી આપ્યા બાદ એનઓસી પાછી લઈ લેતા કોમર્શિયલ કોમ્પ્લેક્ષને સીલ મારી દેવાયું

2024-04-19 15:07:58
 ૮૦ વેપારીઓને ન્યાય નહીં મળે તો ૪૦૦ લોકો સામુહિક આત્મહત્યા કરશે ફાયર એનઓસી આપ્યા બાદ એનઓસી પાછી લઈ લેતા કોમર્શિયલ કોમ્પ્લેક્ષને સીલ મારી દેવાયું

એકબાજુ ભાજપ સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ કલેક્ટર, કમિશ્નર સાથે કોર્પોરેશન અને ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓને હેરાન કરીને તેઓને માનસિક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના બેવડા વલણના કારણે લાખોનું નુકસાન ભોગવી રહેલા વેપારીઓને આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો ૮૦ થી વધુ વેપારીઓના પરિવારના ૪૦૦ થી વધારે લોકો સામુહીક આત્મહત્યા કરીને વિરોધ નોંધાવશે.


વડોદરા શહેરના હદમાં આવેલા ઉડેરા ગામની હદ વિસ્તારમાં કંકાવટી ઓટ્રીયમ નામનું કોમ્પ્લેક્ષ આવેલું છે. જેની રચા ચિઠ્ઠી વર્ષ ૨૦૦૭ માં આપી હતી. વર્ષ ૨૦૦૮ માં વુડા તરફથી પ્લિંથ ચેક કરીને બાંધકામની પરમીશન આપવામાં આવી હતી. જેનું બાંધકામ વર્ષ ૨૦૧૧ માં પૂર્ણ થયું હતું. જ્યાં ૮૦ થી વધારે નાગરિકો તેઓનો રોજગાર ચલાવી રહ્યા છે. જેઓને માનસિક અને આર્થિક ત્રાસ આપવાના હેતુથી વડોદરા મહાનગર સેવા સદને ફાયરના અધિકારીઓ દ્વારા આ કોમ્પ્લેક્ષને જાન્યુઆરી ૨૦૨૧ થી ફાયર એનઓસી ના હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યું. જે તે સમયે ફાયર એનઓસી કોમ્પ્લેક્ષના વહીવટકર્તા જશભાઈ મોતીભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી. જેમનું એપ્રિલ ૨૦૨ માં અવસાન થતા ફાયરના અધિકારીઓ દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ હયાત નહીં હોવાને કારણે ફાય એનઓસી રદ કરીએ છીએ અને નવી અરજી આપ્યા બાદ અમે ફાયર નોક આપી શકીશું. તેમ હકીને ફાયર એનઓસી રદ કર્યા બાદ આજ દીન સુધી એટલે કે ચાર વર્ષથી ફાયર એનઓસી આપવામાં આવ્યું નથી. અને કોમ્પલેક્ષ સીલ કરી દેવાયું છે. જેના પરિણામ સ્વરૂપ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા વેપારીઓએ લોનના રૂપિયા અને કોર્પોરેશનને ટેક્સ કોઇપણ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે. જેના કારણે વેપારીઓ આર્થિક ભીંસમાં આવી ગયા છે. જેથી તમામે તમામ વેપારીઓએ નક્કી કર્યું છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો સીલ કરવામાં આવેલ દુકાનોના સીલ તોડીને દુકાનની અંદર દુકાન માલિકો તેઓના પરિવાર સાથે સામુહીક આત્મહત્યા કરશે.

અધિકારીઓનું માનવું છે કે, કંકાવટી ઓટ્રીયમ નામના કોમ્પ્લેક્ષમાં બાંધકામ કરતી વખતે કાયદા વિરુધ્ધનું થોડું બાંધકામ કરવામાં આવ્યું છે. ત્યારે દરેક દુકાનદારોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે જો આ વાતમાં સત્યતા છે તો અમે તંત્ર દ્વારા આપવામાં આવે તો દંડ પણ ભરવા માટે તૈયાર છીએ. તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈના દબાણમાં આવીને અમારી આ રજુઆત પણ નથી સાંભળી રહ્યાં અને અમારા કોમ્પલેક્ષને તોડવા માટેની કામગીરી હાથ ધરી રહ્યા છે. જે અંગે દુકાનદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટથી સ્ટે લાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ફાયર વિભાગ દ્વારા જાતે કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ કરીને ૧૧/૦૩/૨૦૧૯ ના રોજ No.SFPS/F.No-83/Fire NOC/Vadodara/727/2019 नंजरथी झायर सेनओसी आापपाभां आपी हती ત્યારબાદ અગ્નિ શમન અને તાત્કાલીક સેવાઓ, વડોદરા મહાનગર પાલિકા દ્વારા ૧૯/૦૭/૨૦૨૧ ના રોજ આ.તા.સે.જા.નં./૧૬૫૭/૨૧-૨૨ નંબરથી ફાયર એનઓસી રીન્યુઅલ પણ કરી આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કલેક્ટર, કમિશ્નર અને ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓને કોઇના દોરીસંચારથી હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Reporter: News Plus

Related Post