વડોદરા વિધાનસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ હતી પસંદગી પામેલા ઉમેદવારો પૈકી કોઈ પણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું ન હતું.આમ વડોદરા બેઠક પરથી 14 ઉમેદવારો જંગ લડશે.ચૂંટણીને લઈને ચૂંટણી વિભાગ બંધ રીતે પોતાની કામગીરી નિભાવી રહી છે ત્યારે બે દિવસ પૂર્વે ઉમેદવારી પત્ર ચકાસવાની કામગીરી કરવામાં આવી હતી જેમાંથી 11 ઉમેદવારી પત્ર ના મંજૂર કરવામાં આવ્યા હતા જે પૈકી 14 ઉમેદવારી પત્રો ને મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે શનિવાર અને સોમવાર એટલે કે આ છે બે દિવસ ફોર્મ ફરક ખેંચવા માટેનો સમયગાળો આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે વડોદરા વિધાનસભા બેઠક માટે 14 ઉમેદવાર જંગ લડશે જેમાં ત્રણ મુખ્ય પાર્ટીના ઉમેદવારો અને અન્ય અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
Reporter: News Plus