News Portal...

Breaking News :

કારે ચાલકે બાઇક ચાલકને ૧૦૦ મીટર સુધી ઘસડીને ગંભીર ઇજા પહોંચાડી

2025-02-07 15:58:46
કારે ચાલકે બાઇક ચાલકને ૧૦૦ મીટર સુધી ઘસડીને ગંભીર ઇજા પહોંચાડી


વડોદરા: પોર પાસે નેશનલ હાઇવે પરના સાંકડા બ્રિજ પર ગઇ રાત્રે એક બાઇકને પાછળથી પૂર ઝડપે આવતી કારે અડફેટમાં લઇ નોકરી પરથી છૂટીને ઘેર જતા બાઇક ચાલકને ૧૦૦ મીટર સુધી ઘસડીને ગંભીર ઇજા કરતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું 


જ્યારે અકસ્માત કરીને ફરાર થઇ ગયેલી કારનો પીછો લોકોએ કરી બામણગામ પાસેથી ઝડપી કારના ચાલકને પોલીસને સોંપી દીધો હતો.આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનના પાલી જિલ્લામાં બાલી ખાતેના મૂળ વતની પરંતુ હાલ પોર શેઠ શેરીમાં રહેતા નરેન્દ્રસીંગ મોહનસીંગ રાજપુત (ઉ.વ.૪૧) વરસાડા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં હતાં. ગઇ રાત્રે તેઓ નોકરી પરથી છૂટીને  બાઇક પર ઘેર જતા હતાં. 


તેઓ પોર પાસેના સાંકડા બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે પાછળથી પૂરપાટઝડપે આવતી એક કારે બાઇકને જોરદાર ટક્કર મારી નરેન્દ્રસીંગને પોતાની કાર સાથે ૧૦૦ મીટર સુધી હાઇવે પર ઘસડીને કાર લઇને ચાલક ફરાર થઇ ગયો હતો.આ ગંભીર અકસ્માતમાં નરેન્દ્રસીંગને માથામાં, પાંસળી તેમજ પીઠ અને થાપાના ભાગે ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બીજી તરફ લોકોએ અકસ્માત કરી ફરાર થઇ ગયેલા કારના ચાલકનો પીછો કરી તેને બામણગામ પાસેથી ઝડપી પાડી પોલીસને સોંપ્યો  હતો. કારનો ચાલક વાઘોડિયામાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે

Reporter: admin

Related Post