News Portal...

Breaking News :

ડભોઇ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો

2024-09-03 10:38:58
ડભોઇ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો


ડભોઈ તાલુકાનાપુરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યવિભાગ દ્વારા કામગીરી કરાઈ ડભોઈ તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારોમા પાણીજન્ય રોગચાળો ડામવા અને સાવચેતીના ભાગરુપે જીલ્લા આરોગ્ય વિભાગ ના નેજા હેઠળ ડભોઈ તાલુકા આરોગ્ય અધિકારી ધ્વારા જુદીજુદી ટીમો બનાવી પોરાનાશક, જંતુનાશક દવાનો છટકાવ, ઘેર ઘેર સર્વે હાથ ધરવા સાથે મેડીકલ કેમ્પના આયોજન પણ કરાઈ રહ્યા છે. 


જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકો ને ઘર આંગણે સમયસર સારવાર મળી રહે અને પુરગ્રસ્ત વિસ્તારોમા રોગચાળો વકરાતા અટકાવી શકાય.વડોદરા જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડભોઈ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ પ્રમોદકુમાર શ્રીવાસ્તવ ધ્વારા તાલુકાના પુરગ્રસ્ત ગામો જેમા બનૈયા, રાજલી, ઢોલા૨ વાલીપુરા અંગુઠણ કરાલી કરા લીપુરા, બંબોજ, ભીલાપુર, ગોજાલી, દંગીવાડા, અદલાપુરા, પલાસવાડા સહીત ના અનેક ગામો મા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે.


પાછલા પાંચ દિવસ થી યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરાઈ છે જેમા ઘેર ઘેર પીવાના પાણીના નમુના લઈ તપાસ કરાઈ રહી છે. જંતુનાશક દવાનો છટકાવ અને મેડીકલ કેમ્પ કરાઈ રહ્યા છે. પુરગ્રસ્ત વિસ્તારોમા ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલુ હોય તો જે તે વિભાગને તેના ફોટો પાડી સફાઈ માટે પણ સુચનો કરાઇ રહ્યા છે. આમ પુરગ્રસ્ત વિસ્તારો મા આરોગ્ય વિભાગ ધ્વારા કામગીરી શરુ કરાતા લોકોમાં રાહત થવા પામી છે.


Reporter: admin

Related Post