78માં સ્વાતંત્ર દિન નિમિત્તે બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
જેમાં કારગીલ યુદ્ધમાં તથા 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધેલ અને પોતાના શૌર્યથી દુશ્મનોને શકિત કરી દેનાર લેફ્ટનન્ટ કર્નલ અમૃત મકવાણા સાહેબ હાજર રહ્યા સાથે બરોડા પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી મીનાબેન મહેતા વત્સલ શાહ રેખાબેન શાહ તથા અનેક વાલીગણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વકની ઉજવણી કરવામાં આવી.
જેમાં મકવાણા સાહેબે ભારતની આઝાદીનો ઇતિહાસ અને એ મોઘેરી આઝાદી કેવા બલિદાન બાદ મેળવી શકાય એનો સિતાર આપ્યો તથા ધ્વજ વંદનના પ્રકાર અને ધ્વજ કેટલા પ્રકારના હોય શકે એ ધ્વજનો આરોહણ અને સમાપન કેવી રીતે કરી શકાય એ વિશે ખૂબ જ ઊંડી અને હૃદય સ્પર્શી માહિતી આપી હતી ઉપરાંત અનેક શહીદોના બલિદાનને વાગોળ્યા હતા આ પ્રસંગે મીનાબેન મહેતાએ વિદ્યાર્થીઓ વતી ખાતરી આપી હતી કે દેશની આ ભાવનાને બરોડા પબ્લિક સ્કૂલ વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા હંમેશા ચિરંજીવ રાખવાની કોશિશ કરશે અને આવનારા સમયમાં બરોડા પબ્લિક સ્કૂલ તરફથી પણ દેશને ઘણા સૈનિકોની ભેટ પણ આપવામાં આવશે એવો વિશ્વાસ રજૂ કર્યો હતો
Reporter: admin