અમદાવાદ : હાથીજણ સર્કલ પાસેની રાધે રેસિડન્સી નામની સોસાયટીમાં સોમવારે રાતના સમયે પાલતું રોટવિલર શ્વાને ચાર મહિનાની બાળકીને બચકાં ભરીને માસૂમ બાળકીને લોહીલુહાણ કરી હતી.
સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે બાળકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને શ્વાનના માલિક સામે ગુનો નોંધતાં શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં શ્વાનના માલિક રાધે રેસિડેન્સીમાં રહીશે તેમના પાલતું શ્વાનનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. અગાઉ કૂતરાના કારણે સોસાયટીના ઘણા સભ્યોને ખૂબ જ હેરાનગતિ થઈ હતી.
સોસાયટીમાં જે તે વખતે એક મહિલાને અગાઉ કૂતરુ કરડયું હોવાથી કૂતરુ અહીં નહીં રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત સોસાયટીના સભ્ય દિલીપભાઈને કૂતરા બાબતે વારંવાર કહેવા છતાં કોઈ પણ જરૂરી પગલાં ભર્યા નથી. ગંભીર બેદરકારીના કારણે નાની બાળકીનું મોત થયું છે.
Reporter: