News Portal...

Breaking News :

વડોદરા જિલ્લાના ૨૦ સ્થળોએ પાણીમાં ન્હાવા તથા ભીડ થવા પર પ્રતિબંધ

2025-02-01 17:54:57
વડોદરા જિલ્લાના ૨૦ સ્થળોએ પાણીમાં ન્હાવા તથા ભીડ થવા પર પ્રતિબંધ


જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહે મળેલ સત્તાની રૂએ, વડોદરા જિલ્લાના પોલીસ કમિશનર, વડોદરા શહેરની હદ વિસ્તાર સિવાયના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારો તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તાર (નગરપાલિકા વિસ્તાર સહિત)માં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે ૨૦ સ્થળોએ જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા કે ભીડ ભેગી થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.


સ્થળોની યાદી જોઈએ તો, નર્મદા મેઇન કેનાલ ગામ-ડુમા, દેવ નદી ગામ-વ્યારા, હનુમાનપુરા ગામનું તળાવ, કોટંબી તળાવ, બસ સ્ટેશન પાછળ આવેલ નાળુ, તરસવા ગામે, નર્મદા મેઇન કેનાલ ગામ-તલાવ, નર્મદા માઇનોર કેનાલ ગામ-કુંઢેલા, અંબાવ ગામનું તળાવ, પલાસવાડા ગામનું તળાવ, ઓરસંગ નદી વડદલી અને ભાલોદરા ગામ,અંગુઠણ નારીયા રોડ પાસે આવેલ કુવાની સામે આવેલ સરકારી કાંસનો ઉંડો ખાડો, દિવેર ગામે મઢીએ, નારેશ્વર ઘાટ, નર્મદા નદી લીલોડ એ સાયર ગામ, લાંછનપુર મહિસાગર નદીના પ્રવાહમાં, કનોડા મહિસાગર નદીના પટ્ટમાં પોઇચા(ક) ગામ, ચેકડેમ સિંધરોટ, મહિસાગર નદીના પાણીમાં, મુજપુર બ્રિજ મહી નદી, અંબાજી માતા તળાવ પાદરા અને મહિસાગર નદી તટ ડબકા ગામ સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ જાહેરનામું તા. ૦૧/૦૪/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. 

Reporter: admin

Related Post