છોટા ઉદેપુર ટ્રાફિક પોલીસ અને એસટી વિભાગ વહેલી સવારે હરકતમાં આવ્યું હતું અને એસટી ડેપો બહારથી અને ચોકડી પરથી ખાનગી વાહનોમાં મુસાફરો ભરીને જતા સાત જેટલા વાહનો ડીટેઈન કર્યા છે.
છોટા ઉદેપુર ખાતે આજે વહેલી સવારે જીલ્લા ટ્રાફિક પોલીસ અને એસટી વિભાગ હરકતમાં આવ્યું હતું. એસટી ડેપો બહાર ખાનગી વાહનોમાં મુસાફરો ભરીને જતી ઇકો ગાડીઓ પર સકંજો કસ્યો હતો અને સાથે સાથે પેટ્રોલ પંપ ચોકડી પર પણ ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે તુફાન ગાડીમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડીને જતી તુફાન ગાડી સહિત સાત જેટલા વાહનો ટ્રાફિક પોલીસે ડીટેઈન કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વની વાત એ છે છોટા ઉદેપુર ખાતેથી આવા ખાનગી વાહનોમાં જીવન જોખમે અને ગેરકાયદે મુસાફરી કરાવ્યા વાહનો પર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા અવાર નવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં રીઢા થઈ ગયેલા લોકો આ રીતે લોકોના જીવ સાથે ખેલ ખેલી રહ્યા છે
Reporter: News Plus