જૈન ધર્મ માં જિનાલય ની ધજા ચઢાવવાનો લાભ લેવાથી ખુબ મોટું પુણ્ય બંધાય છે.

જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકી ને જણાવ્યું હતું કે આ પ્રુથ્વી ઉપર જેટલા તીર્થો આવેલાં છે તેની યાત્રા કરવાથી જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય ફક્ત એક જિનાલય ની ધજા ફરકાવવા તથા આ કાર્યક્રમમાં ભાવથી જોડાવાથી પુણ્ય બંધાય છે. આજે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સાલગીરી નિમિત્તે ધજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે રામસુરી સમુદાયના ડહેલાવાળાના મુનિરાજ વિશ્વચંન્દ્ર વિજયજી મહારાજે મોટી શાંતિ સંભળાવી હતી અને ધજા ફરકાવાથી આત્માની ઉન્નતિ કેવી રીતે થાય છે તે પેથડશાહના ઉદાહરણ થી સમજાવ્યું હતું.

દરમિયાનમાં જિનાલયની ધજા ચઢાવતા પહેલાં દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી, કીમતી ઔષધીઓ તથા સુગંધિત દ્રવ્યો સાથે ભગવાનના અભિષેક જાણિતા વિધિકાર અને સંગીતકાર કિરિટભાઈ શાહે વિધિ વિધાનથી કરાવ્યા હતા એમ સંઘ ના પ્રમુખ CA હિંમતભાઈ શાહે જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ, પ્રશાંત શાહ, દિલેશ મહેતા ,જેઆરડી શાહ તથા લાભાર્થી જયેન્દ્રભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.





Reporter: